અમદાવાદ ૨૦૦૮ સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો ૮મી ફેબ્રુઆરીએ..!!! સ્પેશીયલ કોર્ટના જજ કોરોના સંક્રમિત થવાથી સુનાવણી મોકૂફ

અમદાવાદમાં ૨૦૦૮માં થયેલ સીરીયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશીયલ કોર્ટના જજ એ.આર.પટેલ કોરોના સંક્રમિત હોવાથી આજની ચુકાદાની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. જેથી હવે આ સુનાવણી આગામી ૮મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. જજમેન્ટ અગાઉ સંબંધિત એજન્સીઓને પણ જાણ કરવામાં આવશે એવું પબ્લિક પ્રોસિક્યુટરે જણાવ્યું હતું. આ મામલે કુલ ૭૮ આરોપીઓ સામે કેસ ચાલ્યો છે.

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં જેલમાં રહેલા આરોપીઓને ૧લી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવાનો હોવાની જાણ કરવામાં આવી હતી. બ્લાસ્ટ કેસનો ચુકાદો હોવાના પગલે કાંરજ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત સારબમતી જેલની સુરક્ષાની શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત IBના અધિકારીઓએ પણ જેલ તથા કોર્ટ સંકુલમાં તપાસ કરી હતી. બીજી તરફ અન્ય રાજયોની જેલમાં રહેલા યાસીન ભટ્ટકલ સહિતના આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસનીશ એજન્સી દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ચુકાદા બાદ સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં ૧,૧૬૩ સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે.જ્યારે ૧,૨૩૭ સાક્ષીઓને સરકાર દ્વારા પડતા મુકાયા છે.

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. બ્લાસ્ટના કેસોમાં જુદી જુદી ૫૪૭ જેટલી ચાર્જશીટ કરાઈ છે. એક ચાર્જશીટમાં ૭૦૦૦ પાનાનો ઉપયોગ કરાયો છે, આરોપીઓના ર્ફ્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આ કેસમાં દરેક આરોપીનું ર્ફ્ધર સ્ટેટમેન્ટ ૪૭૦૦ પાનાનું છે એટલે ૭૮આરોપીના આગળના સ્ટેટમેન્ટ ૩,૪૭,૮૦૦ પાનાના થયા હતા.જયારે આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ વિડીયો કોન્ફ્રન્સથી ર્ફ્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

અમદાવાદ શહેરમાં ૨૬ જુલાઈ ૨૦૦૮માં થયેલા ૨૦ શ્રેણીબદ્ધ સિરીયલ બ્લાસ્ટમાં ૫૮ લોકોના મૃત્યુ તથા ૨૪૪ લોકો  ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે અમદાવાદમાં ૨૦ અને સુરતમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરવાના ષડયંત્ર મામલે ૧૫ ફરિયાદ થઇ હતી. આમ કુલ ૩૫ કેસો એકસાથે ભેગા કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં ૭૮ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે અને તેમની સામે જુદી જુદી પુરવણી ચાર્જશીટ પણ કરી છે. જ્યારે આ કેસમાં ૮ આરોપીઓ એવા છે જેને પોલીસ હજુ શોધી રહી છે. નોંધનીય છે કે, આ કેસ ખાસ એડવોકેટ એચ.એમ.ધ્રુવ, અમિત પટેલ, મિતેષ અમીન અને સુધીર બ્રહ્મભટ્ટે લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *