મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું ‘ભારતના યુવાનોને ૬૦ લાખ નોકરીઓ મળશે’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે  અમે આત્મનિર્ભર ભારતની અર્થવ્યવસ્થામાં વધારો કરનાર બજેટનું સ્વાગત કરીએ છીએ. ખેડૂતો , યુવાનો , સમાજના દરેક વર્ગની મહિલાઓ માટે પ્રગતિશીલ બજેટ રજૂ કરવા બદલ હું પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરું છું .

યોગી એ કહ્યું કે :-  આ બજેટ MSP અને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પૂર્ણ કરશે .

ભારતના યુવાનોને ૬૦ લાખ નોકરીઓ મળશે જે તેમને આગળ વધવામાં મદદ કરશે .

આ બજેટમાં મહિલા સશક્તિકરણ અને તેમના અપગ્રેડેશન માટે મિશન શક્તિ સાથે અનેક કાર્યક્રમો શરૂ કરવાની જોગવાઈ છે.

રાજ્યોને ૫૦ વર્ષ સુધી વ્યાજ વગર લોનની સુવિધા આપવા અને વંદે ભારત ટ્રેન ચલાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *