ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ- ૨૦૨૨-૨૩નું ડ્રાફટ અંદાજપત્ર કમિશનરે રજૂ કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ- ૨૦૨૨-૨૩નું ડ્રાફટ અંદાજપત્ર કમિશનર ર્ડા. ઘવલ પટેલે આજે રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં નવીન પ્રકારના કામો અને નાગરિક સુવિધાઓ માટે રૂપિયા ૩૬,૯૦૫/- લાખથી વધુની રકમની જોગવાઇ કરવામાં આવી છે. જે પૈકી રૂપિયા ૪૨ કરોડના નવા કામોની દરખાસ્ત સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવનાર છે,

કમિશનર ર્ડા. ઘવલ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં પાણી, ગટરવ્યવસ્થા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે શહેરી ગરીબ અને પછાત વિસ્તાર માટે રૂપિયા ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

શહેરની પેરીફેરી ગામડા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે આ અંદાજપત્રમાં અન્ય રૂપિયા ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા ગામોમાં પાયાની સુવિધાઓ માટે પણ રૂપિયા ૬ કરોડની જોગવાઇ ચાલુ રાખવામાં આવી છે. આમ શહેરી ગરીબ અને પછાત વિસ્તાર તથા પેરીફેરી ગામડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્ઘઢ બને તે માટે રૂપિયા ૧૮૦૦ લાખની જોગવાઇ ચાલુ રાખવામાં આવી છે. અને કમિશનરે ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા હસ્તની મિલકતોની મરામત જેવી કે, સુએજ પમ્પિંગ સ્ટેશન, ઇ.એસ.આર.વોટર પમ્પિંગ સ્ટેશન, સર્કલ, વોટર સપ્લાય પાઇપ લાઇન, આંગણવાડી સ્કુલો, જાહેર શૌચાલયો તેમજ સી.સી.રોડ વગેરેની મરામત અને નિભાવણી તેમજ જાળવણી માટે રૂપિયા ૫ કરોડ જોગવાઇ કરવામાં આવી છે. મહાનગરપાલિકા હસ્તકના બગીચાઓની નિભાવણી માટે રૂપિયા ૨ કરોડ તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં વિધુત મરામતની કામગીરી અર્થે રૂ. ૨૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથે મુખ્ય માર્ગોની સફાઇ કામગીરી માટે સને- ૨૦૨૨-૨૩ માં કુલ ૩,૩૫૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શહેરના આંતરિક તેમજ મુખ્ય માર્ગોની સફાઇ ખર્ચે માટે રૂપિયા ૧૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારમાં આંતરિક તેમજ મુખ્ય માર્ગોની સફાઇ ખર્ચે માટે રૂ. ૧૩ કરોડની અને ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલની કામગીરી માટે રૂપિયા ૧૧ કરોડ આમ સફાઇ અંગેની કામગીરી માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં આસ્ફાલ્ટ અને સી.સી.રોડની કામગીરી અર્થે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં આંતરિક રસ્તાઓના સીસી રોડ માટેની કામગીરી માટે રૂપિયા ૧૫૦ લાખની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.

પાણી તથા ગટરવ્યવસ્થાને લગતા કામોની બજેટની વાત કરતા કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, નવા વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન, સુએઝ પમ્પીંગ સ્ટેશન એસટીપી વગેરેના બાંધકામ અર્થે કુલ- ૧૦૫૧૨.૯૨ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જે પૈકી વર્ષ- ૨૦૨૨-૨૩માં રૂપિયા ૭,૯૮૯.૮૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે. નવા વિસ્તારમાં પાણની પાઇપ લાઇન નાખવાના કામ, વોટર વર્કસ, રો વોટર પમ્પ હાઉસ, કલિયર વોટર પમ્પ હાઉસ વગેરેના બાંધકામ માટે કુલ- રૂપિયા ૮,૦૧૫.૬૬ લાખનો ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. જે પૈકી આ વર્ષના બજેટમાં ૫,૬૧૦.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *