ગુજરાતમાં ૧૪મી વિધાનસભાનું છેલ્લું બજેટ આગામી ૩ માર્ચે રજૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી કાર્યરત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું બજેટ સત્ર બીજી માર્ચ બુધવારથી શરૂ થશે જે ૩૧મી માર્ચ સુધી ચાલશે.
૩જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.
વિધાનસભા મા મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નહીં આવે અને વિધાનસભામાં પ્રવેશ લેનારને વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફિકેટ બતાવાનું રહેશે.
ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ પત્રકારો સમક્ષ આ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન વિધાનસભાનું આ છેલ્લું સત્ર હશે અને તેમાં ૨૫ બેઠક યોજાશે.