રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે કહ્યું હતું કે કોરોના મહામારી પછીની પરિસિૃથતિને પહોંચી વળવા માટે આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જોકે સાથે સાથે આરએસએસએ ક્રીપ્ટો કરંસી પર પ્રતિબંધની પણ માગણી કરી હતી.
આરએસએસના રામ માધવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ બજેટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ૫-જી ટેક્નોલોજીનો પણ સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે એવી પણ માગણી કરી હતી કે દેશમાં ક્રીપ્ટો કરંસી પર પ્રતિબંધ મુકવો જોઇએ. જોકે બજેટમાં એફડીઆઇનો બહુ ઉલ્લેખ નથી તેનાથી સંઘના સંગઠન સ્વદેશી જાગરણ મંચે ખુશી વ્યક્ત કરી હતી.