કોરોના અપડેટઃ જાણો દેશ અને રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ…

હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટ્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૭૨,૪૩૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨,૫૯,૧૦૭ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦૦૮ દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૯૭,70,૪૧૪ દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો ૧૫,૩૩,૯૨૧ પર પહોંચ્યો છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૬૯,૪૪૯ લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં ૭૩.૪૧ કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર ૧૨.૯૮ ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર ૧૦.૯૯ ટકા છે. હાલ દેશનો કોરોના રિકવરી રેટ 95.14 ટકા પર પહોંચ્યો છે.

કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૧૦,૬૯૩ લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૭,૮૭,૯૩,૧૩૭ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના નવા ૮૯૩૪ કેસ નવા સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૫,૧૭૭ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૮,૧૯૯ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૩.૨૩ ટકાએ પહોંચી ચુક્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૩૩૦૯ કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ૨૬૫ કેસ તો રાજકોટ શહેરમાં ૩૨૦ કેસ, વડોદરા ૧૫૧૨ શહેરમાં કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ૨૭૯ કેસ, ભાવનગર શહેરમાં ૯૭ કેસ સામે આવ્યા છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૬૯,૧૮૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૪૬ વેન્ટીલેટર પર છે. ૬૮,૯૪૧ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૮,૧૯૯ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૫૪૫ નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં 34 મોત નોંધાયા છે જેમાંથી સૌથી વધુ મોત અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦ મોત નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં ચાર અને વડોદરા કોર્પોરેશન તથા ભરૂચમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લામાં બે-બે તથા વડોદરા, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર અને બોટાદમાં એક-એક મોત નોંધાયા છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૬ ને રસીનો પ્રથમ અને ૭૮૪ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૪૭૬ ને પ્રથમ ૧૫૭૮૫ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૫૬૧૪ ને પ્રથમ ૬૫૭૯૬ ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના ૨૦૦૦૪ ને પ્રથમ અને ૯૭૮૮૫ ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૦૬૮૫ ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. આજે કુલ ૨,૭૩,૦૬૫ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૮૬,૫૫,૫૪૬૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *