ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સરકારે 134 ડેપ્યુટી કલેક્ટરોની મધ્યરાત્રીએ બદલીના આદેશો કર્યા છે.ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગના ચાલી રહેલી ગેરરીતિ અંગે લાલ આંખ કરી હતી. તેમજ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રજાકીય કામમાં ગેરરીતિ કરનારા લોકોએ તે છોડશે નહિ. તેમજ તેમણે પોતે જ અનેક વાર અલગ અલગ જિલ્લામાં થયેલી મહેસૂલી ગેરરીતિ અંગે તપાસ પણ કરી હતી. તેમજ સરકારને તેના લીધે થયેલા નુકશાનનું આકલન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે લોકોએ ફરિયાદની સાથે સાથે તેના પુરાવા પણ રજૂ કરવા જણાવ્યું હતું જેના લીધે સરકાર તેમની વિરુદ્ધ એક્શન પણ લઇ શકે.
રાજ્યના 9 IAS અધિકારીઓને પ્રમોશન સાથે બદલીના આદેશ થયા છે. જેમાં AUDAના મુખ્ય કાર્યકારી અધિકારી એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે IAS ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે.આ ઉપરાંત અન્ય જે IAS અધિકારીઓને પ્રમોશન મળ્યું છે તેમાં ડો. અજય કુમાર, 2006ની બેચના IAS જેઓ ડેપ્યુટેશન પર ભારત સરકારમાં શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રીના પ્રાઈવેટ સેક્રેટરીના પદે કાર્યરત હતા તેઓ પ્રમોશન સાથે પોતાની સેવા ચાલું રાખશે. આવી જ રીતે વર્ષ 2006ની જ બેચના IAS જેનુ દેવનને પ્રમોશન સાથે સ્પેમ્પના અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક ગાંધીનગર તરીકે બદલી થઈ છે.