ગુજરાતમાં પોલીસના ઉચ્ચ અધિકારી સામે ગંભીર પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે. વિપક્ષના કોઇ નેતાએ નહીં પણ ખુદ સત્તાધારી ભાજપના ધારાસભ્યએ રાજકોટના પોલીસ કમિશનર સામે હપ્તા વસૂલવાનો અને વસૂલાતનું કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પ્રકારના આરોપથી પોલીસ અધિકારીઓ અને રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખી જણાવ્યું છે કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાંની ટકાવારી લઇને રૂપિયા વસૂલવાનું કામ કરી રહ્યાં છે. એક અરજદાર પાસેથી તેમણે રૂપિયા વસૂલવાનું કામ કર્યું છે અને હજી કરી રહ્યાં છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ પોલીસની કામગીરીથી મેં આપને વાકેફ કર્યા છે. કોઇની ઉઘરાણીની લેણી રકમ કાઢવાનું કામ કરતા લોકોની જેમ તેઓ રૂપિયાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યાં છે. આવા ઘણાં કિસ્સા રાજકોટમાં બન્યા છે. એક કિસ્સામાં રાજકોટના મહેશ સખીયાએ તમને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમની સાથે આઠ મહિના પહેલાં 15 કરોડનું ચિટીંગ થયું હતું જેની ફરિયાદ નહીં લઇને મહેશભાઇ પાસેથી ઉઘરાણીના પૈસા આવે તેમાંથી 15 ટકાનો હિસ્સો માગ્યો હતો.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે આ કિસ્સામાં સાત કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે જે પૈકી 75 લાખ રૂપિયા પોલીસ કમિશનરે તેમના પીઆઇ મારફતે વસૂલ કર્યા અને બાકીના 30 લાખની ઉઘરાણી જે તે પીઆઇ ફોનથી કરી રહ્યાં હતા તે રકમ આવી નથી. તમારી પાસે ફરિયાદ થતાં તેની એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને બે આરોપીને પકડવામાં પણ આવ્યા છે. હજી એક આરોપી ભાગતો ફરે છે. આ રકમમાંથી એક ફ્લેટ લીધો છે.
ગોવિંદ પટેલે કહ્યું છે કે ખુદ કમિશનર ડૂબેલા નાણાંની ટકાવારીથી નાણાં વસૂલવાનું કામ કરે છે. તમને આપવામાં આવેલી અરજી પછી અને પોલીસ ફરિયાદ દાખલ થયા હતી બાકીની આઠ કરોડ રૂપિયાની ઉઘરાણીની એક પાઇ પણ આવતી નથી તેમજ તેમણે લીધેલા 75 લાખ રૂપિયા પરત મળે તેવી કાર્યવાહી કરવામાં આવે. પત્ર પછી મિડીયા સાથેની વાતચીતમાં ધારાસભ્યએ કહ્યું હતું કે મેં ગૃહ રાજ્યમંત્રીને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી તેથી મેં પત્ર લખી પગલાં લેવા જણાવ્યું છે.
બીજી તરફ રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને પોલીસ કમિશનર પર લાગેલા આરોપ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ મેટરમાં શું તથ્ય છે તેની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસ કોઇપણ અધિકારી કરી શકે છે. ગોવિંદ પટેલે પત્ર લખ્યો છે, હું તેમણે કરેલા આક્ષેપનો ઇન્કાર કરી શકતો નથી પરંતુ તે બાબતે પહેલાં તપાસ કરાશે.
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ લોકોની ઉઘરાણીના હવાલો લઈ તગડું કમિશન લેતા હોવાના પહેલેથી જ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની વાતમાં ભાજપના ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખુલ્લુ સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ‘અગાઉ’ ખોટુ કરતી પોલીસને રાજકીય પીઠબળ મળતું હતું તેથી જ ઉઘરાણી, ખાનગી જમીનના વિવાદોમાં પોલીસ અરજી લઈને આવો ‘વહીવટ ‘કરવાની હિંમત કરી શકે.
રાજકોટ પોલીસ કમિશનરેટના સર્વોચ્ચ અિધકારી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્યએ ગંભીર આક્ષેપો કર્યા તેની બીજી તરફ ફરિયાદી મહેશ સખિયા અને તેમના ભાઈ જગદીશ સખિયાએ મિડીયા સમક્ષ આ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું અમારી સાથે મોટી રકમની છેતરપિંડી થઈ તેથી ન્યાય માટે અમે પો.કમિ.ને મળ્યા બાદ તેમણે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ગઢવીને મળવા જણાવતા જ્યારે ગઢવીને મળ્યા ત્યારે તેમણે સાહેબ (સીપી) વસુલાત થાય તેમાં 30 ટકા માંગે છે. બાદમાં ક્રાઈમ બ્રાન્ચના (હાલ અમદાવાદ બદલી થયેલ) પી.એસ.આઈ.સાખરાએ બે કટકે રૂ।.75 લાખ ફરિયાદી પાસેથી લીધા હતા.
રાજકોટના પોલીસ કમિશનર વિરૂધ ખુદ ભાજપના વરિષ્ઠ અને ભાગ્યે જ વિવાદમાં આવતા ધારાસભ્યએ લાંચના ંગભીર આક્ષેપો કરતા પોલીસ બચાવની સિૃથતિમાં આવી ગઈ છે. આજે પો.કમિ.અગ્રવાલ તો મિડીયા સમક્ષ કોઈ બ્યાન આપવા આવ્યા નથી પરંતુ,એડી.પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે જણાવ્યું કે પલોીસ વિરૂદ્ધ પ્રસિધૃધ થયેલા આક્ષેપો અંગે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોતાનાથી ત્રણ પાયરી ઉંચા અમલદાર સામે એ.સી.પી. કઈ રીતે તપાસ કરશે તે સવાલ પુછાતા જણાવાયું કે પ્રાથમિક તપાસ કોઈ પણ પોલીસ અિધકારી કરી શકે છે.
પોલીસે આ ઘટના અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે તા.16-3-2021ના કિસન મહેશભાઈ સખિયાએ આરોપીઓ મુનીરાબેન પાનવાલા વિરૂધૃધ રૂ.16.63 કરોડની છેતરપિંડીની અરજી આપેલી હતી. પોલીસે સ્વીકાર્યું કે આઠ મહિના પછી આ અરજી અન્વયે મુનીરા પાનવાલા અને રિયાઝ મેમણની તા.28-11-2021ની ધરપકડ કરી જેલહવાલે કરવાની અને ધર્મેશ બારભાયા આગોતરા જામીન સાથે રજૂ થતા આગોતરા રદ કરાવવા કાર્યવાહી કરાઈ છે. પોલીસે વધુમાં જણાવ્યું કે રિયાઝ મેમણ-મુનીરા પાનવાલા સાથે અરજદારને સમાધાનનું સ્ટેમ્પપેપર તા.21-5-21ના રજૂ કરાયું હતું અને તે મૂજબ રૂ।.1.69 કરોડ બેન્ક મારફત અને બાકીની વેરાવળ સોમનાથમાં દુકાનો સહિત રૂ।.7.19 કરોડની રકમ અરજદારને ચૂકવીને સમાધાન કરાયું હતું.