ગુજરાત ટુરિઝમ દ્વારા ‘દેખો દ્વારકા’ બસ શરુ કરવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકાના રસ્તાઓ પર ફરતી જોવા મળશે આધુનિક ડબલ ડેકર બસ. દેશ-વિદેશથી આવતા મુસાફરો, દર્શનાર્થીઓને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ઉપરાંત જિલ્લાભર અને આસપાસના પર્યટન સ્થળો પર ફરી શકાય માટે ડબલ ડેકર બસ શરુ કરવામાં આવી છે.
આ પ્રસંગે આજે સંસ્થાના આગેવાનો, ભૂદેવો અને અન્ય અગ્રણીઓએ બસની પૂજન વિધિ કરતા બસ રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી.
આ બસમાં નાગેશ્વર જ્યોર્તિલિંગ, બેટ દ્વારકા, ગોપી તળાવ, રુક્ષ્મણી મંદિર અને શિવરાજપૂકર બીચ જેવા સ્થળો પર પ્રવાસ કરી શકાશે.
ડબલ ડેકર બસમાં પ્રવાસીઓને અતિ આધુનિક સુવિધાઓની સાથે ચા-નાસ્તો સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવશે.
દ્વારકા આવતા યાત્રિકો જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન સાથે-સાથે અને સ્થળોની પણ આધુનિકતામાં હરીફરી મોજ માણી શકશે.