અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ૪૯ આરોપીને દોષિત જાહેર કર્યા

૨૦૦૮ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટ એ ચુકાદો સંભળાવ્યો છે, જેમાં ૭૭ માંથી ૨૮ આરોપી નિર્દોષ, ૪૯ દોષિત જાહેર કરાયા છે.

જસ્ટિસ એ.આર. પટેલે ચૂકાદો સંભળાવ્યો છે. પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે.

અમદાવાદમાં ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં ૨૦ જગ્યાએ ૨૧ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં કુલ ૫૬ લોકોના મોત થયા હતાં જ્યારે ૨૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દોષિતોને આવતી કાલે સજા સંભળાવાશે.

આવતીકાલે(૯ ફેબ્રુઆરી) ૧૦.૩૦ કલાકે દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે. આ તમામને ૩૦૨ અને ૧૨૦ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૩૦૨ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.

આ રહ્યું ૭૮ આરોપીનું લિસ્ટ

આ કેસમાં અલગ-અલગ ૫૨૧ જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં ૯૮૦૦ પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ ૫૧ લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.

કોરોના ને કારણે કોર્ટમાં physical હેરિંગ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી online શરૂ કરવામાં આવી હતી.. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી, આ કેસમાં એક એક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ ૪૭૦૦ પાનાનું થાય છે.. એટલે ૭૪ આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ ગણીએ તો ૩,૪૭,૮૦૦ પેજ થાય છે.. કુલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ online ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો..

આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *