ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનુ મતદાન શરૂ થઇ ગયુ છે.
પશ્ચિમી ઉત્તરપ્રદેશના ૧૧ જિલ્લાના ૫૮ બેઠક પર મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલશે.
ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, શામલી, મથુરા, અલીગઢ, બાગપત, મેરઠ, હાપુર, બુલંદશહેર, મુઝફ્ફરનગર અને આગરામાં આજે મતદાન થઈ રહ્યું છે.
પહેલા તબક્કામાં કુલ ૬૨૩ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી મતદાન માટે વ્યાપક આયોજન કરાયુ છે.
મતદાન મથકો પર કોવિડ સુરક્ષા માટે સેનેટાઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં આજે મતદારોને લોકશાહીના મહાપર્વ પર ઉત્સાહ સાથે મતદાન કરવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરી બધા જ મતદારોને કોવિડ નિયમોનુ પાલન કરી આ મહાપર્વમાં ભાગ લેવા આગ્રહ કર્યો હતો. યાદ રાખો પહેલા મતદાન પછી જળપાન.
પશ્ચિમ યુપીની આ ૫૮ બેઠકો પર ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે ૫૩ બેઠક પર જીત મેળવી હતી.