છેલ્લાં ઘણા સમયથી યુવાનો વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાહ જોઈએ રહ્યા છે ત્યારે સરકારે આજે નવી જાહેરાત કરી છે. વન મંત્રી કિરીટ સિંહ રાણાએ જાહેરાત કરી છે કે વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી યોજાશે.
આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરાઈ હતી. તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે
રાજ્યના યુવાઓ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. મહત્વનું છે કે, વનરક્ષક વર્ગ-૩ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી.ત્યારે રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલી ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે. આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરાઈ હતી. તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.
આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઇપણ અગત્યની માહિતી કે અન્ય વિગતો માટે પરીક્ષાર્થીઓ OJAS પોર્ટલ પરથી માહિતી મેળવી શકશે.