ચાઇનીઝ માલિકીની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એનબીેફસી પાસેથી ૨૮૮ કરોડનું ફંડ જપ્ત કરવામાં આવ્યું છે. આ કંપની મોબાઇલ એપ્સ દ્વારા ઇન્સ્ટન્ટ લોન આપતી હતી અને ઋણ લેનારાઓના વ્યક્તિગત ડેટાનો દૂરૂપયોગ કરી પજવણી કરવાનો તેના પર આરાપે હતો.
ચેન્નાઈમાં ૪ ફેબુ્રઆરીના રોજ કસ્ટમ્સ કમિશ્નરે ચાઇનીઝ માલિકીની પી સી ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીનું પૂેરેપૂરૂ ભંડોળ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ફેડરલ તપાસ સંસૃથાએ બેન્કના ખાતામાં રાખવામાં આવેલા અને એનબીએફસીના પેમેન્ટ ગેટવેઝમાં પડેલા ૨૮૮કરોડની રકમ ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા હેઠળ જપ્ત કરી હતી.
ઇડીએ કંપની સામે ફેમા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને ઇડી કેટલીય એનબીએફસી અને ફિનટેક કંપનીઓ એન્ટી-મની લોન્ડરિંગ લો પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરે છે.
મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ માઇક્રો લોન્સ કંપની પૂરી પાડી રહી છે અને ગ્રાહકોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીને અત્યંત ઊંચા દર વસૂલી રહી છે. તેઓને કોલ સેન્ટરો દ્વારા ધમકી અપાય છે. કોરોનાના લીધે કેટલાય લોકો આિર્થક તકલીફનો સામનો કરી રહ્યા છે અને તેઓએ તેના માટે લોન લીધી છે.પણ આ લોનની ચૂકવણીમાં તેઓને તકલીફ પડી રહી છે આૃથવા તો તેઓ ચૂકવી શકતા નથી તો તેમને હેરાન કરવામાં આવે છે.
ઇડીએ જણાવ્યું હતું કે આ કેસોમાં એનબીએફસી મોબાઇલ એપ્લિકેશન દ્વારા તાત્કાલિક વ્યક્તિગત માઇક્રો લોન્સ પૂરી પાડે છે. તેને કેશબીન કહેવાય છે. તેમા શંકાસ્પદ રીતે નાણા વિદેશ જતાં જોવા મળ્યા છે. પીસીએફએસ છેવટે ચાઇનીઝ નાગરિક ઝુ યાહુઇની માલિકીની હતી.
તપાસમાં જોવા મળ્યું હતું કે પીસીએફએસની વિદેશી પેરેન્ટ કંપનીઓ ધિરાણ કારોબારમાં ૧૭૩ કરોડનું એફડીઆઇ લાવી છે. તેણે અત્યંત ટૂંકા સમયગાળામાં ૪૨૯.૨૯ કરોડની રકમ ચાઇનીઝ અંકુશવાળી વિદેશી કંપનીઓમાં અસ્તિત્વ ન ધરાવતા હોય તેવા સોફ્ટવેરની સર્વિસની ચૂકવણી પેટે ટ્રાન્સફર કર્યા હતા. પીસીએફએસે તેને ૯૪૧ કરોડના ઊંચા સૃથાનિક ખર્ચમાં ગણાવી છે.