ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને આ મતદાન પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના મતદારોને ચેતવણી આપવા અને જાગૃત કરવા માટે એક વીડિયો સંદેશ જારી કર્યો છે.
યોગીજી એ મતદારોને કહ્યું – ‘જો તેઓ ભૂલ કરશે તો કાશ્મીર, કેરળ અને બંગાળ યુપી બની જશે’. લગભગ છ મિનિટનો આ વીડિયો મેસેજ બીજેપી નેતા યોગી આદિત્યનાથના અંગત ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
યોગીજી એ કહ્યું, ‘કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર પાસે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે બધું જ છે. મારા હૃદયમાં જે છે તે બધું મેં તમને કહી દીધું છે. આ પાંચ વર્ષમાં ઘણી ચમત્કારિક ઘટનાઓ બની છે.
યુપી ચૂંટણી ૨૦૨૨ના પ્રથમ તબક્કામાં આજે રાજ્યના પશ્ચિમ ભાગમાં જાટ પ્રભુત્વ ધરાવતા ૧૧ જિલ્લાઓની ૫૮ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ પહેલા તબક્કાની ચૂંટણીમાં ૬૨૩ ઉમેદવારો મેદાનમાં છે. ગુરુવારે શામલી, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લાની મતવિસ્તારમાં મતદાન ચાલી રહ્યું છે. ૪૦૩ સભ્યોની યુપી વિધાનસભા માટે ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી, ૨૦, ૨૩ અને ૨૭/૦૨/૨૦૨૨ અને ૩ અને ૦૭/ ૦૩/૨૦૨૨ ના રોજ સાત તબક્કામાં મતદાન થશે. તમામ પાંચ ચૂંટણી રાજ્યોમાં ૧૦/૦૩/૨૦૨૨ એક સાથે મતગણતરી થશે.