દેશમાં પ્રતિવર્ષ અસંખ્ય વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધવા સપના જોતા હોય છે અને સફળતા મેળવવા તરફ આગે કદમ ભરી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પરીક્ષા આપે છે.
કેટલાય વિદ્યાર્થીઓ સફળ થવા માટે અભ્યાસ અર્થે ઘણી મહેનત અને પ્રયત્નો કરવા પડે છે. પરંતુ, યોગ્ય દિશામાં અને આયોજનબધ્ધ કરવામાં આવેલા પ્રયત્નો હંમેશા સફળ થાય છે તેનું એક ઉદાહરણ સુરતની રાધિકા બેરીવાલે પૂરું પાડ્યું છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફાઈનલ પરીક્ષામાં સુરતની રાધિકા બેરીવાલે દેશભરમાં ટોચનું સ્થાન મેળવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ્સ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. જેમાં રાધિકા બેરીવાલે આ સિદ્ધિ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
રાધિકાએ જણાવ્યું કે તેનું આગામી લક્ષ્ય IIM ખાતે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવાનું છે.