અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલા ગોતા બ્રિજ પાસેના મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કીંગ પ્લોટમાં પાર્ક કરવામાં આવેલી બાઈક પૈકી એક બાઈકમાં ૧૧/૦૨/૨૦૨૨ શુક્રવારે ના રોજ અગમ્યકારણોસર આગ લાગતા આ સ્થળે પાર્ક કરવામાં આવેલી ૩૫ જેટલી બાઈક આગમાં ભડથુ થઈ જતા આ ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી.
ફાયર વિભાગને બનાવની જાણ થતા ગજરાજ અને વોટર ટેન્કર સાથે ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આગને કાબૂમાં લેવા ઉપરાંત પાર્ક કરવામાં આવેલા અન્ય વાહનો આગની લપેટમાં ના આવે એ માટે અન્ય વાહનો ખસેડવામાં આવ્યા હતા.
આગ લાગવા પાછળ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.વાહનમાં પેટ્રોલ લીકેજ થવાથી કોઈ પ્રકારે સ્પાર્ક મળવાથી અથવા વાહનમાં ખુલ્લા વાયરના કારણે શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું ફાયર વિભાગનું પ્રાથમિક અનુમાન છે.