જૂનાગઢમા ગિરનાર જંગલમાંથી મળી આવેલા અલગ પ્રજાતિના કરોળીયાને નરસિંહ મહેતા યુનિ.આ લાઈફ સાયન્સ વિભાગ દ્વારા નરસિહ મહેતાઈ નામ આપવામાં આવ્યું છે, જેને લઈને નાગર સમાજમાંથી વિરોધ ઉઠયો છે. આ બાબતને લઈને યુનિ.ને આ નામ બદલવા રજુઆત કરવામાં આવી છે.
તાજેતરમાં નરસિંહ મહેતા યુનિવસટીના લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓના સંશોધન દરમ્યાન અલગ પ્રકારની પ્રજાતિનો કરોળીયો મળી આવ્યો હતો.
કરોળીયો વર્લ્ડ કેટલોગ ઓફ સ્પાઇડરમાં ન હોવાથી આ નવી પ્રજાતિના કરોળીયાનું નામ નરસિંહ મહેતાઇ રાખવામાં આવ્યું હતું.
કરોળીયાને નરસિહ મહેતાઇ નામ આપવામાં આવતા નગરસમાજમાંથી વિરોધ ઉઠયો છે.
યુનિવસટીના કુલપતિને રજુઆત કરવામાં આવી છે.આ મુદ્દે કુલપતિએ જણાવ્યું હતું કે લાઈફ સાયન્સના અધ્યાપક અને વિધાથનીએ પોતાના સંશોધન દરમ્યાન આ નવી પ્રજાતિનો કરોળીયો મળ્યો છે તેથી તેનું નામ રાખ્યું છે.તેનો હેતુ વૈશ્વિક કક્ષાએ ઓળખ મળે તે માટેનો છે.પરંતુ નામને લઈને વિરોધ થતા આ નામ બદલવા બાબતે વિચારણા કરવામાં આવશે.