યુક્રેન ઉપર રશિયા ચડાઈ કરશે એવી ભીતિ વચ્ચે સોમવારે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેની સાથે ભારતીય શેર પણ તૂટયા હતા.
બજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સેન્સેકસ ૧૨૦૦ પોઇન્ટ અને નિફ્ટી ૩૩૦ પોઇન્ટ ઘટી ગયા હતા.
યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ નવી ઊંચી સપાટી ૯૫.૭ ડોલરને પાર કરી ગયા હતાં.
સોનું ૧૮૫૪ ડોલર અને ભારતમાં 51,૩૦૦ની સપાટી એ હતું.
શુક્રવારે અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની સાથે આજે એશિયાઇ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો છે.