ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ અને ગોવાની વિધાનસભા બેઠકો પર વહેલી સવારથી મતદાન શરુ

ઉત્તરાખંડ અને ગોવામાં પ્રથમ તબક્કાની તેમજ ઉત્તરાખંડમાં બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન 9 જિલ્લાઓની 55 વિધાનસભા સીટો માટે શરૂ થઇ ગયું છે.
આ તબક્કામાં 586 ઉમેદવારોના ભાગ્ય નક્કી થશે. ચૂંટણી આયોગે મતદાન સરળ, નિષ્પક્ષ, પારદર્શક થાય તે માટે જરૂરી તૈયારીઓ કરી છે. 2017ની ચૂંટણીમાં બીજેપીને 55 માંથી 38 તેમજ સમાજવાદી પાર્ટીને 15 અને કોંગ્રેસને 2 સીટો પ્રાપ્ત થઇ હતી.

ઉત્તરાખંડની વાત કરીએ તો, 70 ઉમદવારો માટે આજે ઉત્તરાખંડમાં મતદાન પ્રક્રિયા શરુ થશે. જેમાં 63 મહિલાઓ સહીત 632 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 13 સીટો અનુસૂચિત જાતિ અને 2 સીટો અનુસૂચિત જન જાતિ માટે સુરક્ષિત છે. રાજ્યમાં કુલ 11,657 મતદાન કેન્દ્રો બનાવવમાં આવ્યા છે. તો ગોવામાં આજે 40 વિધાનસભા સીટો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં 26 મહિલાઓ સહીત ૨૦૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1 સીટ અનુસૂચિત જાતિ માટે સુરક્ષિત છે.રાજ્યમાં મતદાન કરવા માટે કુલ ૧૭૨૨ મતદાન કેન્દ્રો બનવવામાં આવ્યા છે.

પંજાબમાં ચુંટણી પ્રચારમાં બધી જ રાજનૈતિક પાર્ટીઓએ પ્રચાર પર્ક્રિયા કરી છે. પંજાબના જલંદરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણી પ્રક્રિયા માટે જનસભાને સંબોધિત કરશે.આ જનસભા પીએપી મેદાનમાં થશે. પંજાબમાં 20 ના ફેબ્રુઆરી ના રોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *