આ ટેકનોલોજી વાળા ચશ્મા તમારું એક્સીડેંટ થતા બચાવશે…

સામાન્ય રીતે આપણે આંખોની માવજત માટે નંબરના કે શોખ માટે ચશ્મા પહેરતા હોઈએ છીએ. જે આંખોને કચરા કે તાપ સામે રક્ષણ પૂરું પાડે છે. શું આપ વિચારી શકો કે એવા પણ ચશ્મા છે જે તમને જીવતદાન આપી શકે? આ વાત માન્યામાં ના આવે પરંતુ, એક નવી શોધ મુજબ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે અનોખા ચશ્મા બનાવ્યા છે. આ ચશ્મા કારચાલકો માટે છે. આ ચશ્માની મદદથી કારના અકસ્માત અટકાવી શકાશે અથવા તેમાં ઘટાડો કરી શકાશે.

આ ચશ્માની વિશેષતા એ છે કે, કારચાલક ડ્રાઈવિંગ દરમિયાન સૂઈ જાય તો તરત જ ચશ્મામાં બર્ઝર વાગશે અને તે વાઈબ્રેટ થશે. આનાથી કારચાલક તરત જ એક્ટિવ થઈ જશે અને અકસ્માતથી બચી શકશે. દેશભરમાં સૌથી વધુ મૃત્યુ અકસ્માતમાં થાય છે. કેટલીકવાર ડ્રાઈવરને ઝોકું આવતા પણ અકસ્માત સર્જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સુરતના આ વિદ્યાર્થીએ આ ચશ્મા બનાવ્યા  છે.

આ ચશ્મા બનાવનાર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતો સુફિયાન મોહમ્મદ શહેરની એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીએ એક અનોખા ચશ્મા બનાવ્યા છે, જેનાથી કારચાલક ડ્રાઈવિંગ દરમિયાન જો સૂઈ જાય તો તરત ચશ્મામાં લગાવવામાં આવેલું એલાર્મ વાગશે અને તેમાં વાઈબ્રેશન થાય છે. તેના કારણે કારચાલક તરત સતર્ક થઈ જાય છે અને જેના કારણે અકસ્માત થતા અટકી જશે. ચશ્મા બનાવનારા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે જણાવ્યું હતું કે, કાર અકસ્માત અંગે મારા પિતાએ મને જાણ કરી હતી. કેટલીક વાર ડ્રાઈવરને ઝોકું આવતા પણ અકસ્માત થાય છે. આ વાતો સાંભળીને મેં આ ચશ્મા બનાવવાનું શરૂ કર્યું હતું. મારા પિતાના માર્ગદર્શન હેઠળ આ ચશ્મા બનાવ્યા છે.

આ ચશ્માં બનાવતા આ વિદ્યાર્થીને ત્રણ મહિનાનો સમય  લાગ્યો છે. આ શોધને જો પ્રમાણિત કરવામાં આવે તો આવનારા દિવસોમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવામાં તે સહાયક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *