ચૂંટણી પંચ દ્વારા આરપી એક્ટના સેક્શન ૧૨૬ નો ઉલ્લેખ કરીને ન્યૂઝ ચેનલ્સ માટે એક મહત્વની સૂચના આપવામાં આવી છે.
જોગવાઈ પ્રમાણે મતદાનના ૪૮ કલાક પહેલાથી ટેલિવિઝન અને તેને સમાંતર માધ્યમો ચૂંટણી અંગે કોઈ પણ પ્રકારના નિવેદન અને તેને સંબંધિત વિગતો, માહિતીનું પ્રસારણ ન કરી શકે.
ચેનલ્સને આ જોગવાઈનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આદર્શ આચારસંહિતા પ્રમાણે ચૂંટણીના ૪૮ કલાક પહેલાથી કોઈ પણ મીડિયા દ્વારા રાજકીય જાહેરાત ન કરવા સહિતના પ્રતિબંધોનું પાલન કરવું આવશ્યક બની જાય છે.