ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે. સુરતના વરાછામાં પુણા, યોગી ચોક, સરથાણા, સીમાડા, મીની બજાર, માનગઢ ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં ગૃહ મંત્રીના રાજીનામાના પોસ્ટર લાગ્યા.
સુરતમાં વધતા ક્રાઈમ સામે પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યો. રાજ્યના ગૃહમંત્રીના હોમ ટાઉન – “ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત છે” ના બેનર લાગ્યા. ભાઉ ના નશામાં સત્તામાં ગૃહ મંત્રી રાજીનામાના બેનર લાગ્યા. ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત” – “ગૃહમંત્રી રાજીનામુ આપો” ના બેનરો લાગ્યા. ભાઉના રાજમાં પોતાના શહેરમાં કાયદો વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ હોવાનું લખેલા બેનર લાગ્યા.