દેશનું સૌથી મોટૂ બેન્ક કૌભાંડ: એબીજી શિપયાર્ડ વિરુધ્ધ સીબીઆઇએ FIR દાખલ કરી અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ એ દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ,તેના પુર્વ ચેરમેન અને એમડી ઋષિ કમલેશ અગ્રવાલ તેમજ અન્યો વિરૂદ્ધ  એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બે ડઝન જેટલી બેન્કના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કર્યાના કિસ્સામાં એફઆઇઆર દાખલ થયેલી છે. કંપનીએ જે બેન્ક ધિરાણ મેળવ્યું હતું તેનો ઉપયોગ વ્યક્તિગત હેતુસર કરીને છેતરપિંડી કરી હતી. તેને પગલે કંપનીના ખાતા એનપીએ જાહેર થયા તેના ત્રણ વર્ષ પહેલાંના કંપનીના હિસાબોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે કંપની તરફથી  મોટાભાગની ગેરરીતી વર્ષ 2006 થી 2009 દરમિયાન કરવામાં આવી હતી.

CBIના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, 22842 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં ABG શિપયાર્ડના ડિરેક્ટરો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ, સીબીઆઈએ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમમાંથી 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડીના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસને લઈને જબરદસ્ત હંગામો થયો છે. આ છેતરપિંડી સામે આવ્યા બાદ કોંગ્રેસ મોદી સરકાર પર આક્રમક બની છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સ્ટેટ બેંકે નવેમ્બર 2018માં સીબીઆઈને ફરિયાદ કરી હતી કે, એબીજી શિપયાર્ડ વતી મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. આવી સ્થિતિમાં કંપની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદ હોવા છતાં, સીબીઆઈએ કાર્યવાહી કરી ન હતી અને તે ફાઇલ એસબીઆઈને પરત મોકલવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *