સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની ફેનિલ નામના યુવક દ્વારા ઘાતકી હત્યા કરાઈ હતી.
ગતરોજ ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાતા કામરેજ પોલીસે તેનો કબજો મેળવીને રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરાયો હતો.
પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જો કે કોર્ટ દ્વારા ત્રણ દિવસના જ રિમાન્ડ મંજૂર કરાયા છે.
દરમિયાનમાં સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેના અંતર્ગત ૧૭/૦૨/૨૦૨૨ થી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો-કોલેજો, ટ્યુશન/ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા, ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો લાદ્યા છે.
જાહેરનામાં મુજબ શહેરી વિસ્તારમાં કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.