કર્ણાટકમાં સ્કૂલ અને કોલેજોમાં હિજાબનો વિવાદ ચાલી રહ્યો છે. એવામાં સમગ્ર મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે ત્યારે હિજાબનું સમર્થન કરનારી વિદ્યાિર્થનીઓના વકીલે હાઇકોર્ટને એવી અપીલ કરી હતી કે સામાન્ય દિવસોમાં નહીં તો જુમ્માના દિવસે તો હિજાબ પહેરવાની છૂટ આપો.
બીજી તરફ હાઇકોર્ટમાં આ મામલે હજુ પણ કોઇ નિર્ણય નથી સામે આવ્યો અને વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે. જ્યારે અનેક સ્કૂલ અને કોલેજોમાં હિજાબનો વિવાદ હજુ પણ શાંત નથી પડયો, વિદ્યાિર્થનીઓ હિજાબને શિક્ષણ કરતા વધુ મહત્વ આપવા લાગી છે.
ગુરૂવારે આશરે ૬૦ જેટલી વિદ્યાિર્થનીઓએ હિજાબની છૂટ ન મળતા સ્કૂલ કે કોલેજમાં જવાનું ટાળ્યું હતું. ઉડ્ડુપીમાં જયારે વિદ્યાિર્થનીઓ હિજાબ સાથે કોલેજ પહોંચી તો તેમને હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું, જોકે વિદ્યાિર્થનીઓએ એમ કરવાની ના પાડી દીધી અને ઘરે પરત જતી રહી હતી.
વિદ્યાિર્થનીઓએ એવી પણ અપીલ કરી હતી કે અમને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેવી વ્યવસૃથા કરવામાં આવે. દરમિયાન કર્ણાટક હાઇકોર્ટમાં ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હિજાબનું સમર્થન કરનારી વિદ્યાિર્થનીઓેએ એવી માગ કરી હતી કે સામાન્ય દિવસોમાં છૂટ ન મળે તો કઇ નહીં પણ શુક્રવારે રમઝાન સમયે તો સ્કૂલ અને કોલેજોમાં હિજાબની છૂટ આપવામાં આવે.
વિદ્યાિર્થનીઓ વતી દલીલ કરી રહેલા વકીલ વિનોદ કુલકર્ણીએ કહ્યું હતું કે હિજાબ પર પ્રતિબંધ કુરાન પર પ્રતિબંધ સમાન છે. બીજી તરફ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હિજાબનો વિવાદ સમગ્ર રાજ્યમાં નથી પણ રાજ્યની માત્ર આઠ હાઇ સ્કૂલો અને કોલેજોમાં છે. અન્ય કોલેજો અને સ્કૂલોમાં સિૃથતિ શાંત છે.