અમદાવાદમાં ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદમાં ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે નકલી પાસપોર્ટ બનાવી લોકોને અમેરિકામાં ગેરકાયદેસર મોકલી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ મામલે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

પાસપોર્ટ કૌભાંડ મહેસાણાના એજન્ટો દ્વારા આચરવામાં આવ્યું હતુ.  અત્યાર સુધીમાં એક પરિવાર માટે સવા કરોડ – દોઢ કરોડ રૂપિયા લેતા હતા.

મહેસાણા રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલ અમેરિકા જવા માંગતા તેમના નામ બદલીને મોકલવાના હતા.  પતિ પત્ની બનાવી ખોટા નામ ધારણ કરાવી મેક્સિકો થઈ અમેરિકા મોકલવાનું કાવતરું પકડવામાં આવ્યું છે.

પિતા પુત્ર હરેશ અને હાર્દિક ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા પ્રયત્નો કર્યા હતા.  રજત ચાવડા પાસપૉર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં નકલી પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતુ. આયોજન કરી અનેક નકલી પાસપોર્ટ બનાવ્યા છે. આરોપીઓ જે લોકો પાસે પાસપોર્ટ ન હોય અથવા વિદેશ જવાની ઇચ્છા ધરાવતા હોય તેમના માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા. આ ટોળકીએ અનેક લોકોને વિદેશ સ્થાઇ થવા માટે નકલી પાસપોર્ટ બનાવી આપ્યા હોવાનું અનુમાન છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *