નગરપાલિકાના રહીશને વેરામાં ૧૦% છૂટ, બાકી વેરામાં પેનેલ્ટી, વ્યાજ માફી

રાજ્યની નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને રાહત મળે એવા સમાચારમ છે.રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩નો વેરો, જો ૩૧ મે ૨૦૨૨ સુધીમાં ભરી દેવામાં આવે તો ૧૦% વળતર આપવામાં આવશે એવો નિર્ણય લીધો છે.

 વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.૩૧/૦૫/ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ% વળતર અપાશે.એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧પ% વળતરનો લાભ મળશે.

કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.૩૧/૦૩/૨૦રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ ૧૦૦% માફ કરવામાં આવશે.

રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *