મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એન.સી.પી નેતા અજિત પવારે શનિવારે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં મરાઠા સમુદાય માટે આરક્ષણની હિમાયત કરી હતી.
અજિત પવારે કહ્યું કે મરાઠા સમુદાયને પણ આરક્ષણ મળવું જોઈએ , પરંતુ તે અન્ય સમુદાય માટે નિર્ધારિત ક્વોટાને ખલેલ પહોંચાડ્યા વિના થવું જોઈએ. આ માટે તેમણે કેન્દ્ર સરકારને કાયદામાં વ્યાપક ફેરફાર કરવાની અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે વધુમાં વધુ ૫૦%નો ક્વોટા નક્કી કર્યો છે , પરંતુ આ મર્યાદા દૂર કરવાની જરૂર છે. એન.સી.પી નેતાએ કહ્યું કે અમે બધા મરાઠા સમુદાય માટે આરક્ષણના પક્ષમાં છીએ. આ માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિશન પણ બનાવવામાં આવ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો , પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યો હતો. વાસ્તવમાં , ગયા વર્ષે મે મહિનામાં, સુપ્રીમ કોર્ટે મરાઠાઓને પ્રવેશ અને સરકારી નોકરીઓમાં અનામત આપતા મહારાષ્ટ્રના કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ૧૯૯૨ દ્વારા નિર્ધારિત ૫૦% અનામત મર્યાદાનો ભંગ કરી શકાય નહીં.