પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી પ્રાચીન સમયના તોપગોળાના અવશેષો મળી આવ્યા છે.
પાવાગઢના માંચી ખાતે જિલ્લા પંચાયતની જમીન પર આવેલ ધર્મશાળા તોડીને ચોકને મોટો કરવા માટેના ખોદકામ ચાલી રહ્યુ હતું તે દરમિયાન પ્રાચીન સમયના તોપગોળા સહીતના અવશેષો મળી આવ્યા છે.
ધર્મશાળા તોડીને ખોદકામ કરતી વખતે મોટી સંખ્યામાં તોપગોળા મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ સહીત પુરાતત્વ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષો કયા સમયના છે તે જાણવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
ખોદકામમાં પ્રાચીન સમયના અવશેષો મળી આવ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા ખોદકામની કામગીરી હાલ અટકાવવામાં આવી છે.
હાલ પાવાગઢ મંદિર યાત્રાધામ ખાતેના નિજ મંદિર સહીતના બાંધકામની કામગીરી ચાલી રહી છે.