અમદાવાદ રેલ મંડળે ૪૪૦૦ કરોડની આવક મેળવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

અમદાવાદ ડિવિઝને ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૦/૦૨/૨૦૨૨મી  સુધી અત્યાર સુધીમાં ૩૨૬ દિવસમાં ૩૪ મિલિયન ટન માલનું લોડિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વધુ વિગતો આપતાં ડિવિઝનલ રેલ્વે મેનેજર તરૂણ જૈને જણાવ્યું હતું કે ‘હંગરી ફોર કાર્ગો’ના આદર્શ ખ્યાલને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે અમદાવાદ ડિવિઝન દ્વારા શરૂ કરાયેલા નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે.

આ વર્ષે મુખ્ય નૂર વસ્તુઓમાં કન્ટેનર, ખાતર, કોલસો, પેટ્રોલિયમ ઉત્પાદનો, સિમેન્ટ, મીઠું, સામાન્ય માલ, સ્ટીલ પાઇપ, ઓટોમોબાઇલ વગેરે કોમોડિટીઝનો સમાવેશ થાય છે. જેમાં ગયા વર્ષની સરખામણીમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેમ કે કન્ટેનર ૨૫% થી વધુ, પેટ્રોલિયમ ઉત્પાદનો ૩૨% થી વધુ, આયર્ન/સ્ટીલ ૨૦૦% થી વધુ, મીઠું ૫૭% થી વધુ, ઓટોમોબાઈલ ૩૦% લોડ કરવાના વર્તમાન વલણને ધ્યાનમાં રાખીને બોર્ડે ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ ૩૮ મિલિયન ટન લોડીંગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ડિવિઝનનું સૌથી વધુ વાર્ષિક લોડિંગ હશે. ડિવિઝન દ્વારા સરેરાશ ૨૩૪૪.૩૧ વેગન લોડિંગ કરવામાં આવી રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૩.૫૭% વધુ છે.

બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ અમદાવાદ હેઠળ નૂર લોડિંગ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ગ્રાહકોને માલના લોડિંગમાં વિવિધ રાહતો આપવામાં આવી છે. જેના પરિણામે ડિવિઝનના નૂર લોડિંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ સાથે, આ નાણાંકીય વર્ષમાં ૧૯/૦૨/૨૦૨૨ સુધીમાં ૪૪૦૦ કરોડની આવક મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જે તેના છેલ્લા નાણાંકીય વર્ષ ૧૯/૦૨/૨૦૨૧ સુધીમાં ૪૧૬૭ કરોડ રૂપિયાની આવકથી લગભગ ૨૩૩ કરોડ રૂપિયાથી વધુ છે આ વર્ષે આવક વૃદ્ધિ દર ૫.૭૭% છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *