યૂક્રેન-રશિયા તણાવ પર યુનાઇટેડ સ્ટેટ રાષ્ટ્રપતિ જો બાઇડનએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યૂક્રેન બોર્ડર પર રશિયન સૈનિક તૈનાત છે. યૂક્રેન બોર્ડર પર પરિસ્થિતિની સમિક્ષા કરી છે. રશિયાએ આતંરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. રશિયા પર પ્રતિબંધ લગાવવાનો અમેરિકાનો નિર્ણય. કાલથી અમે કેટલાક પ્રતિબંધોની જાહેરાત કરીશું. અમે રશિયા પર પ્રતિબંધ લગાવીએ છીએ. રશિયાને આપવામાં આવતી આર્થિક મદદ અટકાવી દેવામાં આવશે.
અમેરીકી રાષ્ટ્રપતિ જો-બાયડને કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને રશિયા દ્વારા માન્યતા અપાયેલ પૂર્વીય યુક્રેનના બે અલગ અલગ ક્ષેત્રોમાં કોઇપણ પ્રકારનો વેપાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નવા આદેશ અનુસાર ક્યાંય પણ સ્થિત અમેરીકી નાગરિક આ વિસ્તારમાં નવું રોકાણ કરી શકશે નહી. જો-બાયડને જર્મનીમાં રશિયાની નોર્ડ સ્ટ્રીમ ટૂ પ્રોજેક્ટના સર્ટીફિકેશનની પ્રક્રિયા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
જો-બાયડને ચેતવણી આપી હતી કે જો રશિયા વધુ કડક પ્રતિબંધો સહિત તેની આક્રમકતા ચાલુ રાખશે તો તેને વધુ સખત કિંમત ચૂકવવી પડશે. તેમણે પુતિન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલંઘન ગણાવી છે. તેમણે ઉમેર્યુ હતુ કે અમે અમારા નાટો ગઠબંધનની રક્ષા કરવાના અમારા સંકલ્પમાં એકમત છીએ. નાટો બાયોટીક ક્ષેત્રમાં વધારાની સેના મોકલશે. યૂરોપિય સંઘના ૨૭ સભ્ય દેશોએ રશિયન અધિકારીઓની યૂક્રેનમાં કાર્યવાહીને લઇને તેના પર શરૂઆતી પ્રતિબંધો લગાવવા પર સહમતિ વ્યક્ત કરી છે.