રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો શરુ કરી દીધા છે.
એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે યુક્રેન જવા રવાના થયું છે. આ ફ્લાઈટ આજે રાત સુધીમાં ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પરત આવી પહોચશે.
એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા યુક્રેનથી ૨૫૬ ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઇ પ્રતિનિધી ટી.એસ.ત્રિમૂર્તિએ રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલ કટોકટીનો કુટનિતી પધ્ધતીથી સમાધાન કરવા પર જોર આપ્યું હતું.
ભારતના પ્રતિનિધી ત્રિમૂર્તીએ કહ્યું હતું કે યુક્રેનમાં રહી રહેલા ભારતીયોની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. આ ઘટનાક્રમથી પ્રદેશની શાંતિ અને સુરક્ષામાં સમસ્યા ઉભી થશે.