નિલેશ પટેલએ સરકાર સાથે ખૂબ મોટા પ્રમાણમા કર ચોરી કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી તેઓને ગંભીર ઈજા પહોંચાડી ગંભીર ગુનો કર્યો છે.
જુલાઈ 2021માં સ્ટેટ GST દ્વારા રાજ્યમાં મોટા પાયે સર્ચ સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલ અને સેવાના સપ્લાય વિના બીલ બનાવવાનું અને માલ અને સેવાના સપ્લાય વિના બિલ બનાવી તે બીલ પર ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હતી. જેમાં ભાવનગરમાંથી સ્ટેટ GST દ્વારા મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં માધવ કોપર.લી ભાવનગરના ચેરમેન નિલેશ પટેલ દ્વારા 762 કરોડનું બીલિંગ કૌભાંડ કરવામાં આવ્યું હતું. સ્ટેટ GST દ્વારા નિલેશ પટેલના ઘરે તથા ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તે પોતાની ધરપકડ ટાળવા માટે પ્રયત્નો કરતો હતો.
તે દરમિયાન સ્ટેટ જી.એસ.ટી દ્વારા તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ અમદાવાદમાં તેની ધરપકડના પ્રયત્નો કરતા તે તેમની ગાડીને ટક્કર મારી ભાગી ગયા હતા. આ બાબતે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે.
નિલેશ પટેલ બાબતે એ.ટી.એસના મદદનીશ પોલીસ કમિશ્નરને મળેલી બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસના પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા આરોપી નિલેષ નટુભાઈ પટેલ રહે, પટેલ પાર્ક, એરપોર્ટ રોડ, ભાવનગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે જી.એસ.ટી વિભાગ અમદાવાદને સોંપી છે.