પ્રાચીન નગરી પાટણનો આજે ૧૨૭૬મો સ્થાપના દિવસ

આજે મહાવદ સાતમ એટલે પાટણનો સ્થાપના દિવસ. પાટણનો આજે ૧૨૭૬ મો સ્થાપના દિવસ છે. રાજા વનરાજસિંહ ચાવડાએ વિક્રમ સવંત ૮૦૨ને મહાવદ સાતમના પાટણની સ્થાપના કરી હતી અને વિક્રમ સવંત ૮૦૨ થી ૯૯૮ એટલે કે ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું. ત્યારબાદ મુળરાજસિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી સોલંકી વંશની સ્થાપના કરી હતી. સોલંકી વંશમાં ભીમદેવ તેમજ સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ રાજ કર્યું અને આમ ગુજરાત રાજ્યનું સાડા સાતસો વર્ષથી પણ વધુ આ પાટણ રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે.

વનરાજ ચાવડાએ સંવત ૮૦ર વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા. આચાર્ય હેમચંદ્ગાચાર્ય જૈન વિદ્વાન, કવિ અને પ્રખર પંડિત હતા. જેમણે વ્યાકરણ, તર્કશાત્ર અને તત્કાલિન ઇતિહાસમાં ધણુ મહત્વપુર્ણ યોગદાન કરેલ છે. તેમને કલિકા સર્વજ્ ની ઉપાધિ મળેલ છે.

પાટણ ઐતિહાસિક નગરી અને સંસ્કૃતિનું ઉતમ ઉદાહરણ પણ પૂરું પડે છે. તેમજ સોલંકી કાળ દરમિયાન પાટણમાં અનેક ઐતિહાસિક સ્થળો અને ઈમારતો બનાવામાં આવ્યા હતા તે આજે પણ યથાવત છે. જેમાં વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામનાર રાણીની વાવ, સ્ત્રલીંગ તળાવ, શહેરની સુરક્ષા માટે ઊભી કરાયેલી ચારેય તરફની પ્રાચીન દીવાલ, કોટ, બાર દરવાજા અને અનેક ઈતિહાસક પુરાવાને લઇ પાટણને આજે પણ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવનાર પાટણના બે ઐતિહાસિક સ્થાપત્યો સહસ્ત્રલીંગ સરોવર (તળાવ) તથા રાજા ભીમદેવ પહેલાની રાણી ઉદામતીની યાદમાં બંધાવેલી રાણીની વાવનો ઇતિહાસ તેના સ્થાપત્ય તથા તેની પ્રશસ્તિ ઉત્કૃષ્ટ હોઇ તેને રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન આપેલ છે. ગુજરાતના પાટણ જીલ્લામાં રાણકી વાવ એક જટિલ તેમજ ઉત્તમ બાંધકામનું ઉદાહરણ છે. જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. ૧૧ મી સદીના રાજા ભીમદેવે તેમની રાણી ઉદયમતીની યાદમાં રાણકી વાવ બંધાવેલી હતી. ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે, પાટણના પટોળાની કળા એ ૯૦૦ વર્ષ પુરાણી છે. પહેલાના જમાનામાં ડિઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી. એ જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી બનાવી હતી. પોતાની આ કલાએ તેઓેને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. કુમારપાળ રાજાએ ૯૦૦ વર્ષ પહેલાં ૭૦૦ સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરી હતી. પાટણના પટોળાની તસવીર ધરાવતી પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ ભારતીય પોસ્ટલ વિભાગે નવેમ્બર ૨૦૦૨માં રિલીઝ કરી હતી.

One thought on “પ્રાચીન નગરી પાટણનો આજે ૧૨૭૬મો સ્થાપના દિવસ

  1. ભાઈ ભાઈ આઉજ થવુ જોઇએ
    એનસીપી નિ હાલત ખરાબ થવી જોઈ
    ઍ તો દેશના નથી રુપિયા ના છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *