રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી ઓપરેશનની આપી પરવાનગી

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જે હવે અંતિમ તબક્કામાં પહોચી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આજે મહત્વની ઘોષણા કરી છે. જેમના કારણે વિશ્વના બધા દેશોનું ટેન્શન વધી ગયું છે. આ ઘોષણાની કારણે વિશ્વ ઉપર હવે મોટું સંકટ આવશે તેવી અટકળો લગાવાઇ રહી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી ઓપરેશનની ઘોષણા કરી છે. જેના કારણે હવે અમેરિકા પણ ટૂંક સમયમાં કોઈ એકશન લઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી ઓપરેશનની ઘોષણા કરવાની સાથે યુક્રેનની સૈન્યને શસ્ત્રો નીચે મૂકી દેવા માટે જણાવ્યું છે. જો કે યુક્રેન દ્વારા હજુ આ બાબતે કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.

ઉલ્લેખનીય છે કે જો બંને દેશ વચ્ચે યુધ્ધ થશે તો વિશ્વના મોટા ભાગના દેશો પર મોટી આફત આવી શકે છે. યુક્રેનને અમેરિકાનું પુરુ સમર્થન છે. જેથી અમેરિકા પણ યુક્રેનની મદદ કરશે. બીજી તરફ હવે પુતિને લશ્કરી ઓપરેશનની ઘોષણા કરી કાઢી છે. જેથી બંન્ને દેશો વચ્ચે આજે તણાવ પુષ્કળ પ્રમાણમાં વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *