પીએસઆઈની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી ૬ માર્ચના રોજ લેવામાં આવશે.
પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આગામી ૬ માર્ચના રોજ પીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે અને પરીક્ષાના કૉલ લેટર ૧ માર્ચ ૨૦૨૨ થી OJAS ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
મહત્વનું છે કે, ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર થઇ ગયું હતું. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યાં હતાં પરંતુ તેમાં ૯૬ હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી, હવે આ ઉમેદવારોની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.