પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પુતિને યુક્રેનના સંબંધમાં હાલના ઘટનાક્રમ અંગે જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રશિયા અને નાટો વચ્ચે મતભેદોને માત્ર વાતચીતના માધ્યમથી જ ઉકેલી શકાય છે.
પ્રધાનમંત્રીએ રશિયાને વહેલાસર વાતચીત શરૂ કરવાનો આગ્રહ કર્યો. તેમણે તમામ પક્ષકારો સાથે મજબુત પ્રયાસ કરવાનો આગ્રહ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ભારતીય નાગરિકોની રક્ષા સંબંધમાં ભારતની ચિંતા અંગે રાષ્ટ્રપતિને અવગત કરાવ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ પણ રશિયા અને યુક્રેનના વિવાદ વચ્ચે કેબિનેટની સુરક્ષા સમિતી સાથે બેઠક કરી પરિસ્થિતિની સમિક્ષા કરી હતી.