રાજ્યમાં કોરોનાના કેસોમાં થોડા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડલાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના દરમિયાન રાજ્યના ૨ મહાનગરોમાં લગાવવામાં આવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.
રાજ્યના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ તથા નિયંત્રણો તેમજ સમગ્ર રાજ્યમાં પણ તારીખ ૨૫/૦૨/૨૦૨૨ ના સવારના ૫ કલાક સુધી મુકવામાં આવેલ નિયંત્રણોનો અમલ કરવાનો રહેશે ત્યારબાદ ૨૫/૦૨/૨૦૨૨ થી રાત્રિ કર્ફ્યૂ દૂર કરવામાં આવે છે. આ ગાઇડલાઇન તારીખ ૦૧/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતના પ્રવૃતિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં – ખુલ્લા સ્થળોમાં ૫૦%ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકે છે.
તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજીયાત રહેશે. આ સમયગાળા દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.