મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું પ્રથમ વિધાનસભાનું બજેટ સત્ર આજ થી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના પ્રથમ દિવસની શરૂઆત બપોરના 12 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે થશે. સંબોધન બાદ ૧૫ મિનીટના વિરામ પછી સભાગૃહની બેઠક મળશે. તો આવતીકાલે વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.
આ પૂર્વે ગાંધીનગર ખાતેના સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા. આ બેઠકમાં રસીકરણ ઝુંબેશ અને અન્ય વિભાગની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તે અંગેની સામિક્ષા કરાશે.
આ વિધાનસભા સત્રમાં પેપરલીંક , પોલીસ અિધકારીઓનો તોડકાંડ ઉપરાંત જમીન કૌભાંડ, કાયદા વ્યવસૃથાની કથળેલી સહિતના મુદ્દાઓને લઇને કોગ્રેસ આક્રમક રૂખ અપનાવે તેમ છે. આ ઉપરાંત ભાજપની સરકારના કેટલાંક કૌભાંડો પણ ઉજાગર તેવી શક્યતા છે. આ તરફ, વિપક્ષના આક્રમણને ખાળવા શું કરવું જોઇએ તેની રણનીતિના ભાગરૂપે આવતીકાલે બપોરે ભાજપના ધારાસભ્યોની ય બેઠક મળવા જઇ રહી છે તેવુ જાણવા મળ્યુ છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વેનુ છેલ્લુ બજેટ સત્ર હોઇ ભાજપ પણ ગૃહમાં જોરદાર પ્રદર્શન કરવાના મૂડમાં છે. બજેટ સત્રને પગલે ગુજરાત વિધાનસભા સંકુલ જાણે પોલીસ છાવણીમાં તબદીલ થયુ છે. તમામ મુખ્ય દ્વારો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વખતે પણ મુલાકાતીઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.