ગુજરાત બજેટ ૨૦૨૨: નાણામંત્રીએ ૨,૪૩,૯૬૫ કરોડનું બજેટ રજૂ કર્યું

ગુજરાત બજેટ ૨૦૨૨ આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૨ લાખ ૪૩હજાર ૯૬૫ કરોડ બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રી કનુભાઈએ બજેટ લઈને જણાવ્યું હતું કે  ગુજરાતની માથા દીઠ આવક ૨૦ વર્ષમાં ૧૯ હજારથી વધીને રૂપિયા ૨.૧૪ લાખ થઈ  છે.

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં કૃષિ -પશુપાલન, આરોગ્ય, શિક્ષણને પ્રાધાન્ય આપતા ગુજરાતનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. બજેટમાં આરોગ્ય વિભાગ માટે ૧૨,૨૪૦ કરોડ, શિક્ષણ માટે ૩૪,૮૮૩ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તો કૃષિ માટે  ૭૭૩૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સાગર ખેડૂતોને ધિરાણ આપવા માટે ૭૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. ૮૦ વર્ષથી વધુની વયના વૃદ્ધોને ૧૨૫૦ અને ૬૦થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શનની જાહેરાત કરવામાં આવી હતી. મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

માથાદીઠ આવક ૨૦ વર્ષમાં ૧૯,૮૨૩ થી વધીને ૨,૧૪,૮૦૯ થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે ૫૦૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે ૧૦ હજાર કરોડની ફાળવણી.

–  કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા ૬૫ કરોડ

– બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા ૭૦ કરોડ

–  ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા ૨૦૦ કરોડ

–  અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે ૨૫ કરોડ

–  કૃષિ વિભાગ માટે રૂ.૭૭૩૭ કરોડની જોગવાઈ

–  રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે

–  જળ સંપત્તિ વિભાગ માટે રૂ.૫૩૩૯ કરોડની જોગવાઈ

–  પાણી પુરવઠા વિભાગ માટે રૂ.૫૪૫૧ કરોડની જોગવાઈ

–  આરોગ્ય વિભાગ માટે રૂ.૧૨૨૪૦ કરોડની જોગવાઈ

–  શિક્ષણ વિભાગ માટે રૂ.૩૪૮૮૪ કરોડની જોગવાઈ

–  સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.૫૦૦ કરોડ

–  મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.૪૯૭૬ કરોડ

–  મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.૫૦૦ કરોડ

–  ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.૫૦૦ કરોડ

–  ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના

–  સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.૪૦૦૦ કરોડની જોગવાઈ

–  ધાત્રી માતાને ૧૦૦૦ દિવસ સુધી અપાશે રાશન. ૧ કિલો તુવેરદાળ, લીટર તેલ, ૨ કિલો ચણા અપાશે

–  ગૃહ વિભાગ માટે રૂ.૮૩૨૫ કરોડની જોગવાઈ

–  ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની ૧૦૯૪ જગ્યા ઉભી કરાશે

–  સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે

–  અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.૧૫૨૬ કરોડ

–  સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.૪૭૮૨ કરોડ

–  કાયદા વિભાગ માટે રૂ.૧૭૪૦ કરોડની જોગવાઈ

–  આદિજાતિ વિભાગ માટે રૂ.૨૯૦૯ કરોડની જોગવાઈ

–  પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.૯૦૪૮ કરોડ

–  શહેરી વિકાસ વિભાગ માટે રૂ.૧૪૨૯૭ કરોડ

–  ઉદ્યોગ વિભાગ માટે રૂ.૭૦૩૦ કરોડની જોગવાઈ

–  પ્રવાસન વિભાગ માટે રૂ.૪૬૫ કરોડની જોગવાઈ

–  વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.૬૭૦ કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *