રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલામાં એક દિવસ નિરાંતનો પસાર થયા બાદ શુક્રવારે એવા અહેવાલ આવ્યા છે કે યુરોપમાં સૌથી મોટા પરમાણુ વીજ મથક ઉપર રશિયાએ રોકેટ હુમલો કર્યો છે, ત્યાં આગ ફાટી નીકળી છે.
યુધ્ધ વધુ વકરે એવા ડર થી એશિયા અને ભારતીય શેરબજરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેકસ બજાર ખુલતા ૭૭૨ પોઇન્ટ ઘટી ગયો છે. જાપાન નીકાઈ ૨.૩ ટકા ઘટી ગયા છે અને ૧૦૯ ડોલર થયેલું ક્રૂડ ફરી વધવું શરૂ થયું છે. હોંગ કોંગમાં બજાર ૨ ટકા બે કોરિયામાં ૧.૩ ટકા જેટલા ઘટી ગયા છે.