પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વાડ દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બેઠકમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં યોજાયેલી ક્વાડ દેશોની બેઠક પછી ક્વાડ સંગઠનની પહેલ સંબંધિત પ્રગતિ પર ચર્ચા કરવામાં આવી. ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે હિન્દ-પ્રશાંત મહાસાગાર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જરુરી સહયોગ વધારવા ભાર આપ્યો હતો. આ બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચે વર્તમાન યુદ્ધનો ઘટનાક્રમ અને તેના માનવીય પ્રભાવો વિશે પણ ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બન્ને દેશોને વાતચીત અને કુટનીતિક માર્ગથી ઉકેલ લાવવાનો વિકલ્પ અપનાવવા જણાવ્યુ હતુ.
પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદરનું પાલન કરવા પર ભાર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી ક્વાડ દેશો વચ્ચેની રચનાત્મક ચર્ચા અંગે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ સંવાદ અને મુત્સદ્દીગીરીનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્વાડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના તેના મુખ્ય ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.