ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્સપો મુલવતી રખાયો

વાયબ્રન્ટ ગુજરાત સમિટને રદ કરવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી. હાલ રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિને પગલે વૈશ્વિક માહોલને પગલે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી છે. આખરે હવે તેને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે રદ કરવાનો જ નિર્ણય લઈ શકાય છે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપોને લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ડિફેન્સ એક્સપો ૧૦થી ૧૪ માર્ચ સુધી યોજાવાનો હતો. હવે આ અંગે સમયાંતરે નવી તારીખ જણાવવામાં આવશે. આ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે, સાથે જ અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ તેમાં ભાગ લે છે. ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો ૨૦૨૨ને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઇ હતી. પરંતુ, રશિયા-યુક્રેનની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇને એક્સપો પણ મુલવતી રખાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *