ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા ઓપરેશન ગંગા યુધ્ધસ્તર પર ચાલી રહ્યું છે. ભારતીયોને યુક્રેનથી લાવવા વાયુસેનાનું સી-૧૭ ગ્લોબ માસ્ટર અગ્રેસર રહ્યું છે. સ્લોવાકિયાથી ૨૦૯ ભારતીયોને લઇને સી-૧૭ ગ્લોબ માસ્ટર સ્વદેશ પહોચ્યું છે.
પોલેન્ડથી ૨૦૦ કરતા વધુ ભારતીયોને લઇને એક વિમાન હિંડન એરબેઝ પહોચ્યું છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે તેઓનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે, ૩ માર્ચ સુધી ૫,૨૪૫ ભારતીયોને રોમાનિયાથી ભારત લવાયા છે.
વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયુસેના અને ઇન્ડિયન એમ્બેસીનો આભાર માન્યો છે. સ્લોવાકિયાના રસ્તે ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યાં છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા હાથ ધરાયેલી કામગીરીની જાણકારી સ્લોવાકિયાથી ભારતીય રાજદુતે આપી હતી. તેમણે કહ્યું હતું કે, બોર્ડર પર આવી ચુકેલા ભારતીયોની રાજદુત કચેરી ખાસ વ્યવસ્થા કરી રહી છે.