મહેસાણાના વિસનગર પાસેના ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના

મહેસાણાના વિસનગરના સવાલા ગામના સીમાળામાં લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જ્યાં મુશ્લિમ પરિવારના રાતે  લગ્ન પ્રસંગમાં  જમણવાર હતો. જોકે પ્રસંગના જમણવાર બાદ રાત્રે ૧ વગ્યાના સમયે જમણવારમાં ભોજન લેનાર વ્યક્તિઓને ફૂડ પોઇજનિંગની અસર થતા દોડધામ મચી જવા પામી હતી એક હજાર  જેટલા લોકોને આ ફૂડ પોઈજનિંગની અસર થઇ હતી.

બિમાર થયેલા લોકોને  નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફૂડ પોઇઝનિંગની ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકશ પટેલે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલા સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. એક માનવીય અભિગમ સાથે પોતાની જવાબદારી નિભાવતા રાત્રીના ૩.૩૦ કલાકે રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લા વહીવટી તંત્રએ દર્દીઓની વ્હારે દોડી આવી જરૂરી સેવા પૂરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *