Russia-Ukraine war ની અસર ક્રુડ ઓઈલ, સોનું અને વૈશ્વિક બજાર પર થઈ રહી છે

વૈશ્વિક બજાર ઉપર હવે રશિયા અને યુક્રેન ની અસર સ્પષ્ટ થઈ રહી છે. રશિયા ઉપર લાદેલા પ્રતિબંધ અને વિવિધ કોમોડિટીના પુરવઠો અટકી પડશે એવી ચિંતા હવે વિશ્વને થઈ રહી છે.

આ સ્થિતિમાં આજે ક્રૂડ ઓઇલ તેની ઇતિહાસની સૌથી ઊંચી સપાટી તરફ સરકી રહ્યું છે. બજારમાં ક્રૂડ ઓઇલ ૧૩૫ ડોલર થઈ ત્યારે ૧૨૮ ડોલર પ્રતિ બેરલ છે.

ફુગાવાના કારણે યુરો માં જોવા મળેલા ઘટાડા, મજબૂત ડોલર અને સતત ઘટી રહેલા શેરબજાર દર્શાવે છે જોખમો છોડી રોકાણકાર નીકળી રહ્યા છે. સલામતી માટે સોના તરફ દોટ જોવા મળી રહી હોવાથી આજે સોનું ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસ થઈ ગયા બાદ ત્યારે ૧૯૯૭ ડોલરની સપાટીએ છે.

એશીયાઇ શેરબજારમાં અત્યારે જાપાન, હોંગકોંગ, સિંગાપોર, કોરિયા બધા ચારથી પાંચ ટકા ઘટેલા છે. આજે ભારતમાં ટ્રેડિંગ શરૂ થાય ત્યારે નિફ્ટી ૧૬,૦૦૦ની સપાટી તોડે એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *