ગુજરાત: આજથી એક સપ્તાહ સુધી હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પહેરનાર સામે મેગા ડ્રાઇવ

સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠકમાં રોડ સેફટી કાઉન્સીલર મિટીંગમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતમાં હેલમેટ નહીં પહેરનારા તથા સીટ  બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુંદર તેમજ ગંભીર પ્રમાણમાં ઇજામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્યમાં પોલીસે તા. ૬થી ૧૫ માર્ચ સુધી મેગા ડ્રાઇવનું આયોજન કર્યુ છે, જેના ભાગરૃપે હેલમેટ તથા સીટ બેલ્ટ નહી પહેરનારા વાહન ચાલકો પાસેથી  ટ્રાફિક નિયમ ભંગ બદલ રૃપિયા ૫૦૦ દંડ વસૂલવામાં આવશે.

ટ્રાફિક પોલીસ સીટ બેલ્ટ અને હેલમેટ નહી પહેરનારા વાહન ચાલકો પાસેથી રૃપિયા ૫૦૦ દંડ વૂસલશે

રોડ અક્સાતના બનાવોમાં  ઘટાડો લાવવા તથા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેેની કામગીરીમાં હેલમેટ તેમજ સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા જણાવ્યું હતું. જેને લઇને ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરો તથા સમગ્ર   જિલ્લાઓ માં તા. ૬થી તા.૧૫ માર્ચ સુધી હેલમેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હેેલમેટ તથા સીટ બેલ્ટના ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસ  વાહન ચાલક પાસેથી રૃપિયા ૫૦૦ દંડ વસૂલ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *