અમદાવાદ: જાહેર રસ્તા પર મહિલા સાથે એસીડ એટેકની ઘટના

એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત દીપિકા પાદુકોણ સ્ટારર ‘છપાક’ ફિલ્મ જેવી ધટના અમદાવાદમાં બની છે. જ્યાં ઘાટલોડિયા જાહેર રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા પર એસીડ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલા દાઝી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે છે પોલીસે ગુનો નોંધી આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં વધુ એક એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર ૩૯ વર્ષીય મહિલા પર શિવા નાયક નામનો યુવક એસિડ એટેક કરી ફરાર થઈ ગયો હતો.

મહિલા શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો ૧૫% જેટલો ભાગ બળી ગયો છે. જો કે હાલ તે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે. પોલીસે પીડિત મહિલાની ફરિયાદ લઈ પૂછતાં સામે આવ્યું કે, એક તરફી પ્રેમમાં શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. પરતું મહિલા વાતચીત ન કરતા એસિડ એટેક કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે શિવા નાયક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ધાટલોડિયામાં રહેતી પીડિત મહિલા તેના પતિથી અલગ રહે છે. મહિલા પોતાના બે બાળકો સાથે રહી ચાર-પાંચ ઘરના ધરકામ કરી ગુજરાન ચલાવે છે. પીડિત મહિલા કહેવું છે કે, આજ થી આઠ મહિના પહેલા લખુડી તળાવ પાસે સિનિયર સીટીઝનના ઘરે પીડિત મહિલા કેર ટેકર તરીકે કામ કરતી હતી. તેવામાં રીક્ષા ચાલક શિવા નાયક સાથે મહિલાનો પરિચિત થયો. જ્યાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી. ત્યાર બાદ શિવા અને મહિલા એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

પરતું અચાનક રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું પણ મહિલા વાત કર્યા વગર જતી રહી. બસ આ જ વાત ને લઈ શિવા નાયક ગુસ્સો આવતા થોડીક વારમાં જ એસિડનો ડબ્બો લાવી શિવાએ જાહેર રોડ પર મહિલા પર એસિડ છાંટી ફરાર થઈ ગયો હતો. મહિલા દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. એસિડ એટેક કરનાર આરોપી શિવા નાયક પકડવા ઘાટલોડિયા પોલીસ અને ક્રાઇમ બ્રાંચ અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ એસિડ એટેક ભોગ બનેલ મહિલાની તબિયત હાલ સુધારા પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *