દેવભૂમિ દ્વારકા: ભાણવડ રેલવે સ્ટેશનમાં વિકાસ કાર્યો કરી, સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું સાંસદ પૂનમ માડમના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ભાણવડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ એક પર બેઠક વ્યવસ્થા સાથે કવર શેડ, મહિલાઓ માટે વેઇટિંગ રૂમ, સંપૂર્ણ ઉંચાઈવાળું પ્લેટફોર્મ નંબર ૨, ગોપજામ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ લોકો માટે શૌચાલય, બાવલા અને જામજોધપુર ખાતે પણ દિવ્યાંગ લોકો માટે શૌચાલય જેવી સુવિધાઓ હવે લોકોને મળશે.

આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *