અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજયકક્ષાનો કાર્યક્રમનું ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયકક્ષાના મંત્રી નિમિષા સુથાર, મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ તેમજ મેયર હિતેશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની નિર્દેશિકા રજૂ કરવામાં આવી છે. તેમજ નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપનની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો.